ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 1, 2024 8:15 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કહ્યું હતું કે ન્યાયતંત્ર સામે પડતર કેસોને ઘટાડવાએ એક મોટો પડકાર છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કહ્યું હતું કે ન્યાયતંત્ર સામે પડતર કેસોને ઘટાડવાએ એક મોટો પડકાર છે. આજે સાંજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ન્યાયતંત્રના સહિયારા પ્રયાસ દ્વારા પડતર કેસોની સંખ્યા ઘટાડી શકાશે
પોતાના સંબોધનમાં કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે 75 વર્ષની સફર પૂર્ણ કરી છે. તેમણે કહ્યું કે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા નાગરિકો માટે ન્યાયિક પ્રણાલીની સારી ઇકોસિસ્ટમ ઉપલબ્ધ હોવી જોઈએ જેથી કરીને તેઓ તેમની વ્યક્તિગત અને સામૂહિક ક્ષમતાને રાષ્ટ્રનિર્માણમાં સમર્પિત કરી શકે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ, ડીવાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે પડતર કેસોની સંખ્યા ઘટાડવા માટે રચવામા આવેલી સમિતિએ એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તાજેતરની રાષ્ટ્રીય લોક અદાલતમાં લગભગ 1હજાર કેસોનો પાંચ કામકાજના દિવસોની અંદર શાંતિપૂર્ણ રીતે નિકાલ કર્યો હતો.