ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 13, 2025 8:09 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને હોળીના પર્વની શુભેચ્છાઓ પાઠવી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને હોળીના પર્વની શુભેચ્છાઓ પાઠવી છે. સુશ્રી મુર્મૂએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું, રંગોનો આ તહેવાર આનંદ અને ઉત્સાહ લઈને આવે છે. આ તહેવાર આપણા જીવનમાં એકતા અને ભાઈચારાની ભાવનાને વધારે છે તેમજ હોળીના વિવિધ રંગ આપણા સમાજમાં એકતા અને વિવિધતાના મૂલ્યોને દર્શાવે છે.
બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, હર્ષોલ્લાસ અને આનંદથી ભરેલો આ તહેવાર તમામના જીવનમાં એક નવો ઉત્સાહ અને ઊર્જા ભરશે. તેમ જ દેશવાસીઓમાં એકતાનો રંગ વધુ ગાઢ બનાવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.