રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સમયની માંગ અનુસાર શિક્ષણ પ્રણાલીમાં નોંધપાત્ર ફેરફારો લાવવા માટે લાગુ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ ગઇકાલે હિસાર સ્થિત ગુરુ જંભેશ્વર વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર મેળવેલ શિક્ષણ વિદ્યાર્થીઓમાં મૌલિક વિચારસરણી અને સર્જનાત્મક ક્ષમતાને પ્રોત્સાહન આપશે અને રોજગારની વધુ સારી તકો પૂરી પાડશે.
Site Admin | માર્ચ 11, 2025 9:29 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સમયની માંગ અનુસાર શિક્ષણ પ્રણાલીમાં નોંધપાત્ર ફેરફારો લાવશે.
