માર્ચ 10, 2025 9:22 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી હરિયાણા, ચંદીગઢ અને પંજાબની ત્રણ દિવસની મુલાકાતે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી હરિયાણા, ચંદીગઢ અને પંજાબની ત્રણ દિવસની મુલાકાતે રવાના થશે. આજે રાષ્ટ્રપતિ હિસારમાં ગુરુ જંભેશ્વર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ બ્રહ્માકુમારીઓ દ્વારા સંસ્થાની સુવર્ણ જયંતિ ઉજવણી પ્રસંગે રાજ્ય સ્તરીય અભિયાન ‘સંપૂર્ણ સુખાકારી માટે આધ્યાત્મિક શિક્ષણ’ શરૂ કરશે.આવતી કાલે રાષ્ટ્રપતિ ભટીન્ડામાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ પંજાબ અને એઇમ્સનાં દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. સાંજે તેઓ મોહાલીમાં પંજાબ સરકાર દ્વારા આયોજિત નાગરિક સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે. બુધવારે તેઓ ચંદીગઢમાં પંજાબ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં હાજર રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.