આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ‘નારી શક્તિ થી વિકસીત ભારત’ પર રાષ્ટ્રીયકક્ષાના પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદ પછી ઉચ્ચ સ્તરીય પેનલ ચર્ચા અને ત્રણ ટેકનિકલ સત્રો યોજાશે. મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસ માટે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પ્રેરણાદાયી મહિલાઓને સોંપી રહ્યા છે. અગાઉ તેમના મન કી બાત કાર્યક્રમના સંબોધનમાં, શ્રી મોદીએ ભારતભરની મહિલાઓને નમો એપ ઓપન ફોરમ પર તેમની પ્રેરણાદાયી જીવન યાત્રાઓ શેર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. પ્રધાનમંત્રીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સંભાળવા માટે કેટલીક મહિલાઓની પસંદગી કરવામાં આવી છે જેથી તેમનો અવાજ અને અનુભવો લોકો સમક્ષ શેર કરી શકાય.લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે સંસદ ભવનના સંકુલમાં બંધારણ સભાના મહિલા સભ્યો પર એક પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ કરશે.આ દિવસની ઉજવણી માટે, રાષ્ટ્રીય મહિલા આયોગ અખિલ ભારતીય અધિવક્તા પરિષદના સહયોગથી આજે બપોરે અખિલ ભારતીય મહિલા વકીલ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.
Site Admin | માર્ચ 8, 2025 10:40 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશ્વ મહિલા દિવસે નવીદિલ્હીમાં ‘નારી શક્તિ થી વિકસીત ભારત’ના રાષ્ટ્રીયકક્ષાના પરિષદનું ઉદ્ઘાટન કરશે.
