રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે આજે કચ્છના ખડીર બેટ સ્થિત ધોળાવીરાની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન શ્રીમતી મુર્મુએ હડપ્પન સંસ્કૃતિ, રહેણીકરણી, મહાનગરમાં જળસંગ્રહ તથા નિકાલની અદ્ભુત વ્યવસ્થા તેમજ વિશાળ દીવાલો વિશે વિગતવાર માહિતી મેળવી હતી. ચાર દિવસના પ્રવાસ દરમિયાન શ્રીમતી મૂર્મુએ પ્રથમ દિવસે એકતાનગરમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી.
બીજા દિવસે આરોગ્યવન, મિયાવાકી ફૉરેસ્ટ, જંગલ સફારી અને એકતા કૌશલ્ય વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી હતી. સાંજે અમદાવાદમાં રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થા- N.I.D.ના 44મા પદવીદાન
સમારોહમાં તેમજ ત્રીજા દિવસે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી-NFSUના ત્રીજા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. એ જ દિવસે ભુજના સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને
સંગ્રહાલયની મુલાકાત લીધી. સાથે જ ધોરડો ખાતે વણાટ કળા, રોગન કળા અને ભરત કામના કારીગરો સાથે મુલાકાત કરી સંવાદ કર્યો હતો.
Site Admin | માર્ચ 1, 2025 7:04 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે આજે કચ્છના ખડીર બેટ સ્થિત ધોળાવીરાની મુલાકાત લીધી