રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 2 દિવસ કચ્છનાં પ્રવાસે છે. આજે તેમણે સૌથી પહેલાં ભુજના સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયની મુલાકાત લીધી. કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટ્ટણી જણાવે છે, સ્મારકની મુલાકાત દરમિયાન વિનાશક ધરતીકંપ બાદ કચ્છ કેવી રીતે ફરી બેઠું થયું તે અંગે શ્રીમતી મુર્મૂને માહિતગાર કરાયાં હતાં.ઉપરાંત રાષ્ટ્રપતિશ્રીએ વિશ્વના સૌથી મોટા ભૂકંપ સિમ્યુલૅટર પર વર્ષ 2001માં આવેલા ધરતીકંપ વખતે આવેલા આંચકાઓનો અનુભવ પણ કર્યો હતો. ત્યારબાદ શ્રીમતી મુર્મૂએ ધોરડો ખાતે વણાટ કળા, રોગન કળા અને ભરત કામના કારીગરો સાથે મુલાકાત કરી સંવાદ કર્યો.
રોગન કળાના કારીગર પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રીએ રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતને યાદગાર ગણાવી.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 7:14 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 2 દિવસ કચ્છનાં પ્રવાસે છે