રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ન્યાય આધારિત, વિકસિત ભારતને આકાર આપવામાં ન્યાયસહાયક વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મુક્યો છે. આજે ગાંધીનગરમાં રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય- NFSUના ત્રીજા પદવીદાન સમારોહને સંબોધિત કરતાં શ્રીમતી મુર્મૂએ ભારતીય વારસાને આધુનિકતા સાથે જોડનારા અને તમામ લોકોને ન્યાય સુનિશ્ચિત કરનારા વિકસિત ભારતના દ્રષ્ટિકોણ પર પણ પ્રકાશ પાડ્યો હતો.
શ્રીમતી મુર્મૂએ વિજ્ઞાન અને ટૅકનોલૉજીના માધ્યમથી ઝડપી તેમ જ સુલભ ન્યાયપ્રક્રિયા માટે વિદ્યાર્થીઓને પ્રવૃત્ત થવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે ગુનાઓના બદલાતા સ્વરૂપને ધ્યાને રાખી સમયસર ન્યાય અપાવવામાં ન્યાયસહાયક વિજ્ઞાનના વધતા મહત્વ પર પણ ભાર મુક્યો.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુનેગારોને પકડવામાં અને ન્યાયાલયમાં ગુનાને સાબિત કરવામાં ન્યાયસહાયક વિજ્ઞાનની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 7:09 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ન્યાય આધારિત, વિકસિત ભારતને આકાર આપવામાં ન્યાયસહાયક વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મુક્યો છે