ફેબ્રુવારી 28, 2025 9:45 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતના ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનાં ત્રીજા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનાં ત્રીજા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.ભુજના અમારા પ્રતિનિધી હેમાંગ પટ્ટણી જણાવે છે કે, રાષ્ટ્રપતિ મુર્મુ આજ થી બે દિવસ કચ્છ ની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આજે બપોરે સ્મૃતિવન સંગ્રહાલય અને સ્મારકની મુલાકાત લેશે.બાદમાં ધોરડો પહોંચશે. જ્યાં રણ ઉત્સવ ટેન્ટ સિટી ખાતે કચ્છના સ્થાનિક કારીગરો સાથે સંવાદ કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ક્રાફ્ટ સ્ટોલની મુલાકાત લેશે અને સફેદ રણમાં રાષ્ટ્રપતિશ્રી સૂર્યાસ્ત નિહાળશે. ત્યારબાદ સફેદ રણ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને વિવિધ પ્રસ્તુતિઓને નિહાળશે.આવતીકાલે સુશ્રી મુર્મુ વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરા સાઈટની મુલાકાત લેશે. એક યાદીમાં જણાવવામાં આવ્યું કે, રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને આજે સ્મૃતિવન મેમોરિયલ અને ગ્રહાલય દરેક મુલાકાતીઓ માટે બંધ રહેશે. જે શનિવારથી રાબેતા મુજબ ચાલુ રહેશે. દરમિયાન રાષ્ટ્રપતિ ગઈકાલે અમદાવાદ ખાતે રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા- NIDનાં 44મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહયા હતા.