ફેબ્રુવારી 25, 2025 2:05 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ રાજ્યનાં દિવસના પ્રવાસે 5 જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ રાજ્યનાં 5 દિવસના પ્રવાસે જશે. તેઓ પહેલી માર્ચ સુધી બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાતનાં પ્રવાસે રહેશે. આજે મુર્મૂ બિહારમાં પટના મૅડિકલ કૉલેજના શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત રહેશે.આવતીકાલે મુર્મૂ મધ્યપ્રદેશમાં છતરપુરનાં ગઢામાં બાગેશ્વર જન સેવા સમિતિ દ્વારા યોજાનારા સામૂહિક વિવાહ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ આવતીકાલે જ તેઓ ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને કેવડિયામાં નર્મદા આરતીમાં પણ જોડાશે. મુર્મૂ 27 ફેબ્રુઆરીએ કેવડિયામાં એકતા કૌશલ વિકાસ કેન્દ્રની મુલાકાત લેશે. તેમ જ અમદાવાદમાં રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થા- N.I.D.ના 44મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. ગુરુવારે તેઓ ગાંધીનગરમાં N.F.S.U.ના ત્રીજા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. એ જ દિવસે તેઓ કચ્છના ભુજમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક પણ જશે. જ્યારે એક માર્ચે મુર્મૂ યુનૅસ્કૉ વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરાની મુલાકાત લેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.