રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવતી એઆઇ એટલે કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી ટેક્નોલોજી ક્ષેત્રે નવકલ્પના લાવવા ઉપર ભાર મૂક્યો છે. તેઓ રાંચીમાં મેસરા ખાતેની બિરલા ટેક્નોલોજી સંસ્થા- (BIT) ના અમૃત મહોત્સવ સમારંભમાં બોલી રહ્યાં હતાં. તેમણે વિકસિત ભારતનું ધ્યેય હાંસલ કરવામાં યુવાનોની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું હતું.
રાષ્ટ્રપતિએ પૂર્વ ભારતમાં ટેક્નીકલ શિક્ષણ ક્ષેત્રે મહત્વની કામગીરી કરનાર બીઆઇટી સંસ્થાની પ્રશંસા કરી હતી. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. રાષ્ટ્રપતિએ સંસ્થાના સંકુલમાં સંશોધન અને વિકાસ અંગેના પ્રદર્શનનું ઉદ્દઘાટન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઝારંખડની બે દિવસની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ આવતીકાલે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરશે. આ મહોત્સવ લોકોને આદિવાસી સમુદાયોનની ઉદ્યોગસાહસિકતા, હસ્તકલા, સંસ્કૃતિ અને ખોરાક અને વ્યાપારી જીવનનો પરિચય કરાવે છે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 8:10 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એઆઇ એટલે કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી ટેક્નોલોજી ક્ષેત્રે નવકલ્પના લાવવા ઉપર ભાર મૂક્યો છે
