રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત દરમિયાન ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી.રાષ્ટ્રપતિએ પ્રયાગરાજમાં અક્ષયવટ અને બડે હનુમાન મંદિરમાં પણ દર્શન કર્યા હતા. તેમણે ડિજિટલ મહાકુંભ એક્સપિરિયન્સ સેન્ટરમાં આધુનિક ટેકનોલોજી દ્વારા મહાકુંભ વિશેની માહિતી મેળવી હતી.આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબને પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા.અત્યાર સુધી 43 કરોડ શ્રધ્ધાળુઓએ મહાકુંભની મુલાકાત લીધી છે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે.
Site Admin | ફેબ્રુવારી 10, 2025 2:10 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત દરમિયાન ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી
