રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લેશે. તેઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. રાષ્ટ્રપતિ પ્રયાગરાજમાં અક્ષયવટ અને બડે હનુમાન મંદિરની પણ મુલાકાત લેશે. તેઓ ડિજિટલ મહાકુંભ એક્સપિરિયન્સ સેન્ટરમાં આધુનિક ટેકનોલોજી દ્વારા મહાકુંભ વિશેની માહિતી મેળવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
મહાકુંભનાં મેળા વિસ્તારમાં ગાંધી શિલ્પ બજાર આકર્ષણનું મોટું કેન્દ્ર બન્યું છે. આ બજારમાં દેશભરમાં કારીગરો પરંપરાગત કળાનું પ્રદર્શન કરી રહ્યા છે. કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા આયોજિત આ શિલ્પ બજારમાં 100થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.