રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે પુસ્તકો વાંચવા એ માત્ર શોખ જ નહીં પણ પરિવર્તનશીલ અનુભવ છે. આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો 2025નું ઉદ્ઘાટન કરતા સુશ્રી મુર્મુએ આ મુજબ જણાવ્યું. તેમણે બાળકો માટે પુસ્તકોના નિર્માણ અને પ્રકાશનને વિશેષ મહત્વ આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ પુસ્તક મેળો ભારતની સાંસ્કૃતિક વિવિધતાની અદ્ભુત અભિવ્યક્તિ છે.
આ વર્ષના પુસ્તક મેળાની વિષય વસ્તુ ભારતની પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે 75 વર્ષ પૂર્ણ કરવાની યાત્રાને પ્રતિબિંબિત કરે છે. આ મેળામાં રશિયાનો મુખ્ય દેશ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. નવ દિવસ સુધી ચાલનારા આ મેળામાં ફ્રાન્સ, આર્જેન્ટિના, સ્પેન, કોલંબિયા, અબુ ધાબી અને કતાર સહિત 50થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે. વિશ્વ પુસ્તક મેળામાં બે હજાર પ્રકાશકો અને એક હજાર વક્તાઓ પણ ભાગ લઈ રહ્યા છે.
Site Admin | ફેબ્રુવારી 1, 2025 8:02 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે પુસ્તકો વાંચવા એ માત્ર શોખ જ નહીં પણ પરિવર્તનશીલ અનુભવ છે
