જાન્યુઆરી 31, 2025 7:42 પી એમ(PM) | નરેન્દ્ર મોદી

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આજે સંસદના બંને ગૃહોને સંબોધન વિકસિત ભારતના નિર્માણ તરફના ભારતના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આજે સંસદના બંને ગૃહોને સંબોધન વિકસિત ભારતના નિર્માણ તરફના ભારતના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુએ સર્વાંગી અને ભવિષ્યના વિકાસના મહત્વ પર ભાર મૂક્યો, તમામ ક્ષેત્રોમાં કરાયેલી પહેલ પર પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિનું ભાષણ એવા ભારતના વિઝનને સ્પષ્ટ કરે છે જ્યાં યુવાનોને વિકાસની શ્રેષ્ઠ તકો મળે. શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં એકતા અને દૃઢ નિશ્ચયની ભાવના સાથે નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે જરૂરી રોડમેપ પણ સામેલ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.