ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 24, 2025 7:47 પી એમ(PM) | રાષ્ટ્રપતિ

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધનનું આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર સાંજે 7 વાગ્યાથી અને દૂરદર્શનની તમામ ચેનલો પર હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનનું પ્રસારણ પછી દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી તેના પ્રાદેશિક નેટવર્ક્સ પર રાત્રે 9.30 વાગ્યાથી પ્રાદેશિક ભાષાના સંસ્કરણોનું પ્રસારણ કરશે.