રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મીજન્મજયંતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. નેતાજીની જયંતીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે સવિધાન સદનના મધ્યસ્થ ખંડમાં સુભાષચંદ્ર બોઝ ના તૈલચિત્ર પર પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું, નેતાજી ભારતના સ્વતંત્રતા આંદોલનમાં સૌથી દ્રઢ અને પ્રેરણાદાયી હસ્તીઓમાં સામેલ હતા. સ્વતંત્રતા માટે નેતાજીના આહ્વાનથી લાખો ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં જોડાવવા માટે પ્રેરિત થયા.
ઉપ-રાષ્ટ્રપતિએ કહ્યું, ભારતની સ્વતંત્રતા અને આઝાદ હિન્દ ફોજની રચના બાદ નેતાજીનું અનુકરણીય સમર્પણ તેમની અસાધારણ દ્રષ્ટિ અને સાહસનું પ્રમાણ છે. શ્રી ધનખડે કહ્યું, નેતાજીનું જીવન માતૃભૂમિ પ્રત્યે નિઃસ્વાર્થ સમર્પણનું ઉદાહરણ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતની સ્વાતંત્ર્ય આંદોલનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝનું અતુલનીય યોગદાન છે. શ્રી મોદીએ નેતાજીને સાહય અને ધૈર્યના પ્રતીક ગણાવ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 23, 2025 1:50 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મીજન્મજયંતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
