ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 17, 2025 2:15 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ડી. ગુકેશ, મનુ ભાકર સહિતના ખેલાડીઓને મૅજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત કર્યાં

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં 2024ના રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર એનાયત કર્યા હતા. વિશ્વ ચેસ વિજેતા ડી. ગુકેશ, પેરિસ ઑલિમ્પિક્સમાં 2 ચંદ્રક જીતનારાં મનુ ભાકર, પુરુષ હૉકી ટીમના સુકાની હરમનપ્રીત સિંહ અને પેરિસ ઑલિમ્પિક્સમાં સુવર્ણ ચંદ્રક જીતનારા પ્રવિણ કુમારને પ્રતિષ્ઠિત મૅજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
આ પુરસ્કાર છેલ્લા ચાર વર્ષમાં ખેલાડીઓના ભવ્ય અને સર્વોચ્ચ નોંધપાત્ર રમતગમત પ્રદર્શન માટે અપાય છે. પૅરા નિશાનેબાજ કૉચ સુભાષ રાણા, નિશાનેબાજ કૉચ દિપાલી દેશપાંડે, હૉકી કૉચ સંદીપ સાંગવાન, બૅડમિન્ટન કૉચ એસ. મુરલીધરન અને ફૂટબૉલ કૉચ અરમાન્ડો એગ્નેલૉ કોલાકોને દ્રૌણાચાર્ય પુરસ્કાર એનાયત કરાયા હતા. જ્યારે 32 ખેલાડીઓને અર્જૂન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. અર્જૂન પુરસ્કાર મેળવનારાં ખેલાડી મોના અગ્રવાલે પ્રતિક્રિયા આપી હતી.