ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 6, 2025 7:43 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છત્તીસગઢના બીજાપુરમાં IED બ્લાસ્ટમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, DRG સૈનિકો પર થયેલા હુમલાની નિંદા કરી છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છત્તીસગઢના બીજાપુરમાં IED બ્લાસ્ટમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, DRG સૈનિકો પર થયેલા હુમલાની નિંદા કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ બહાદુર સૈનિકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યેસંવેદના વ્યક્ત કરી. શ્રીમતી મુર્મુએ ઉમેર્યું હતું કે દેશ નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદકરવા માટે પ્રતિબદ્ધ છે.  જ્યારે ગૃહમંત્રીઅમિત શાહે છત્તીસગઢમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ જવાનોના મોત પર દુઃખ વ્યક્ત કર્યુંછે. સોશિયલ મીડિયા પોસ્ટ પર, શ્રીશાહે સુરક્ષા કર્મચારીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે  ખાતરી આપી હતી કે જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાયઅને માર્ચ 2026 સુધીમાં ભારતમાંથી નક્સલવાદનેજડમૂળથી ખતમ કરી દેવામાં  આવશે.