ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 23, 2024 7:15 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે મેડિકલ ક્ષેત્રે ટેકનોલોજીના વધતા ઉપયોગથી મેડિકલ અને એન્જિનિયરિંગ સંસ્થાઓ વચ્ચે સહયોગ અત્યંત મહત્વપૂર્ણ બન્યો છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે મેડિકલ ક્ષેત્રે ટેકનોલોજીના વધતા ઉપયોગથી મેડિકલ અને એન્જિનિયરિંગ સંસ્થાઓ વચ્ચે સહયોગ અત્યંત મહત્વપૂર્ણ બન્યો છે. આજે નવી દિલ્હીમાં વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ અને સફદરજંગહોસ્પિટલના 6ઠ્ઠા પદવીદાન સમારંભને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, કૃત્રિમબુધ્ધિમત્તા, રોબોટિક્સ અને 3D બાયોપ્રિંટિંગના પ્રયોગોમેડિકલ ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન લાવવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું, વર્ધમાનમહાવીર મેડિકલ કોલેજ અને સફદરજંગ હોસ્પિટલ સંશોધન અને નવીનતા માટે દિલ્હી સ્થિત એન્જિનિયરિંગઅને ટેકનોલોજી સંસ્થાઓ સાથે સહયોગ કરી શકે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આંતરશાખાકીય જ્ઞાનનીવહેંચણી દરેકના હિતમાં હશે.