રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સાંજે સિકંદરાબાદમાં રાષ્ટ્રપતિ નિલયમ ખાતે “એટ હોમ” સમારોહનું આયોજન કર્યું હતું. તેલંગાણા અને અન્ય રાજ્યોના રાજકીય અને ન્યાયિક ક્ષેત્રની અગ્રણીઓએ હૈદરાબાદમાં રાષ્ટ્રપતિના આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુ દેવવર્મા, હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય અને તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવન્ત રેડ્ડી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, તેલંગાણા વિધાન પરિષદના અધ્યક્ષ ગુટ્ટા સુકેન્દ્ર રેડ્ડી અને તેલંગાણા વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ આલોક અરાધે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેલંગાણાના ઘણા મંત્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.
Site Admin | ડિસેમ્બર 21, 2024 9:18 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સાંજે સિકંદરાબાદમાં રાષ્ટ્રપતિ નિલયમ ખાતે “એટ હોમ” સમારોહનું આયોજન કર્યું હતું
