ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતની “પ્રાકૃતિક કૃષિ સખી” ની પહેલ અન્ય રાજ્યોને અપનાવવા અનુરોધ કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ‘પ્રાકૃતિક કૃષિ સખી’ બનાવવાની ગુજરાતની પહેલને અન્ય રાજ્યો પણ અપનાવે તેવું સૂચન કર્યું છે.
નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા રાજ્યપાલોના સંમેલન પહેલા રાજ્યપાલોની અનૌપચારિક બેઠક યોજાઈ હતી. અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, રાજ્યમાં ગ્રામીણ મહિલાઓને પ્રાકૃતિક ખેતીની પાંચ દિવસની તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાતના આ મહાઅભિયાનની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિશ્રીએ ‘પ્રાકૃતિક કૃષિ સખી’ બનાવવાની ગુજરાતની પહેલને અન્ય રાજ્યો પણ અપનાવે એવું સૂચન કર્યું હતું.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતી માટે નિરંતર કામ કરી રહ્યા છે. અન્ય રાજ્યના રાજ્યપાલ પણ રાજભવનો દ્વારા પ્રાકૃતિક ખેતીના શ્રેષ્ઠ ઉદાહરણો પ્રસ્તુત કરીને જનજાગૃતિ લાવી શકે છે.