ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 31, 2024 2:30 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પેરિસ પેરાલિમ્પિક્સ રમતોમાં 10 મીટર એર રાઈફલમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ ભારતીય ખેલાડી અવનિ લેખરાને અભિનંદન પાઠવ્યાં છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પેરિસ પેરાલિમ્પિક્સ રમતોમાં 10 મીટર એર રાઈફલમાં સુવર્ણ
ચંદ્રક જીતવા બદલ ભારતીય ખેલાડી અવનિ લેખરાને અભિનંદન પાઠવ્યાં છે. સોશિયલ
મીડિયાના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું, પેરાલિમ્પિક્સ રમતમાં અવનિ લેખરાનો આ ત્રીજો ચંદ્રક
અને બીજો સુવર્ણ ચંદ્રક છે. દેશના આ ઐતિહાસિક સિદ્ધિ પર ગર્વ છે અને ખેલાડીનો દ્રઢ સંકલ્પ
તમામ લોકો માટે પ્રેરણાદાયી છે.
રાષ્ટ્રપતિએ પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં રજત ચંદ્રક જીતનારા મનીષ
નરવાલ અને મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ મોના
અગ્રવાલને પણ અભિનંદન પાઠવ્યાં હતાં.
રાષ્ટ્રપતિએ મહિલાઓની 100 મીટર સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ પ્રીતિ પાલને
અભિનંદન પાઠવતાં તેમની રમતનાં વખાણ કર્યાં હતાં.