રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સાંજે મોહાલી ખાતે પંજાબ સરકાર દ્વારા તેમના સન્માનમાં આયોજિત નાગરિક સ્વાગત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગુરુઓના આશીર્વાદ અને પ્રેરણાથી પંજાબની ભૂમિએ શહીદો અને ક્રાંતિકારીઓને જન્મ આપ્યો છે. તેમણે કહ્યું કે, દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના મહત્વપૂર્ણ પ્રકરણો તેની ધરતી પર લખાયા છે.વિવિધ ક્ષેત્રોમાં રાજ્યની વિશાળ ભાગીદારી વિશે વાત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું, પંજાબના પ્રગતિશીલ ખેડૂતોએ પોતાની મહેનત દ્વારા હરિયાળી ક્રાંતિને સફળ બનાવી અને દેશને ખાદ્ય સુરક્ષા પૂરી પાડી છે.આજે, રાષ્ટ્રપતિ ચંદીગઢ ખાતે પંજાબ યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે.
Site Admin | માર્ચ 12, 2025 9:40 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે ચંદીગઢ ખાતે પંજાબ યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે.
