રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ઉત્તર ઓડિશામાં છ હજાર 294 કરોડ રૂપિયાના ખર્ચના ત્રણ રેલ્વે પ્રોજેક્ટ સહિત વિવિધ વિકાસકામોનો શિલાન્યાસ કર્યો છે. આ ત્રણ રેલવે પ્રોજેક્ટોથી કેદુરઝાર અને મયુરભંજ જીલ્લાઓમાં સંપર્ક સઘન બનશે. રાષ્ટ્રપતિએ મયુરભંજ જીલ્લામાં રાયરંગપુર ખાતે આદિજાતી સંશોધન અને વિકાસ કેન્દ્ર યોજના તેમજ આશરે 53 કરોડ રૂપિયાના ખર્ચે 100 બેડવાળી હોસ્પીટલનો શલિન્યાસ અને રાયરંગપુર ખાતે ડંડબોસ વિમાનમથકના આધુનિકીકરણ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. અમારા સંવાદદાતા જણાવે છે કે,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સમગ્ર દેશના આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ત્રણ નવા રેલવે માર્ગો શરૂ થતાં સંબંધિત વિસ્તારના વિકાસને અને રોજગારીની નવી કોને બળ મળશે.
Site Admin | ડિસેમ્બર 7, 2024 7:45 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ઉત્તર ઓડિશામાં 6294 કરોડ રૂપિયાના ખર્ચના ત્રણ રેલ્વે પ્રોજેક્ટ સહિત વિવિધ વિકાસકામોનો શિલાન્યાસ કર્યો
