ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જણાવ્યું છે કે, બધા જ વિભાગોમાં મહિલા સૈનિકોની હાજરી ધરાવતા ભારતીય સેનાની ક્ષમતાએ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જણાવ્યું છે કે, બધા જ વિભાગોમાં મહિલા સૈનિકોની હાજરી ધરાવતા ભારતીય સેનાની ક્ષમતાએ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
આજે ઉટીમાં સંરક્ષક સેવા તાલીમ કોલેજમાં મુખ્ય સંબોધન કરતાં તેમણે વધુમાં કહ્યું કે, કામગીરી મુશ્કેલ હોય તેવી પરિસ્થિતમાં પણ મહિલા સૈનિકો કાર્યરત છે. આત્મનિર્ભર ભારત યોજના હેઠળ સંરક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત ઉપકરણોનું નિર્માણ દેશમાં થઇ રહ્યું છે. આના લીધે ભારત આજે વિશ્વના 100થી વધુ દેશોમાં ગુણવત્તાયુક્ત શસ્ત્ર સામગ્રીની નિકાસ કરી રહ્યો છે. રાષ્ટ્રપતિએ ભારપૂર્વક કહ્યું કે, ભારતે આંતરરાષ્ટ્રીય શાંતિના મુદ્દા સાથે ટેકનોલોજીનો વિકાસ હાથ ઘર્યો છે. જેના લીધે ભવિષ્યના પડકારોને સરળતાથી પહોંચી શકાશે.
રાષ્ટ્રપતિએ ડીફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ ખાતેના સ્મૃતિ સ્થળે પુષ્પ ચઢાવીને શહીદોને અંજલિ આપી હતી. તેમણે કોલેજના તાલીમાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આવતીકાલે તેઓ આદિજાતિ સમુદાયના લોકો સાથે સંવાદ કરશે. તેમજ થિરૂવરૂર ખાતેની કેન્દ્રિય યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.