રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે દાદરાનગર હવેલીના સેલવાસ અને દીવની મુલાકાતે જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઇ કાલથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવના ત્રણ દિવસના પ્રવાસે છે.
શ્રીમતી મુર્મૂ આજે દાદરાનગર હવેલીની મુલાકાતે આવશે. તેઓ સેલવાસમાં નમો આરોગ્ય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાન ખાતે જશે, જ્યાં તેઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે. શ્રીમતી મુર્મૂ સેલવાસમાં એક જાહેર સમારોહને સંબોધિત કરશે. દરમિયાન, રાષ્ટ્રપતિની દીવની મુલાકાત પૂર્વે તૈયારીઓ થઈ રહી છે. અમારા દીવના પ્રતિનિધી ભારતી રાવલ જણાવે છે કે, રાષ્ટ્રપતિ દીવ ખૂખરી સ્મારક અને દીવ કિલ્લાની મુલાકાત લેશે. આ પૂર્વે દીવ કિલ્લો ને અને ખૂખરી મેમોરિયલની સજાવટ કરવામાં આવી રહી છે. ઓડિશાનાં રેત શિલ્પના કલાકારો દ્વારા રાષ્ટ્રપતિનું મુખ બનાવવામાં આવ્યું છે. ખૂખરી મેમોરિયલ પર બહારથી આવેલા અલગ અલગ રાજ્યોનાં કલાકારો પણ તૈયારી કરી રહ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.