રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને ભારતને જ્ઞાન અને વેપારનું મુખ્ય કેન્દ્ર બનાવવાનું આહ્વાન કર્યું છે. રાષ્ટ્રપતિએ આજે નવી દિલ્હીમાં એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ- EEPC ના પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીને સંબોધતા આ વાત કહી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારતીય અર્થતંત્રને વધુ આત્મનિર્ભર અને નિકાસમાં શ્રેષ્ઠ બનાવવાની જરૂર છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે વિશ્વ વેપાર વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થામાં થઈ રહેલા ફેરફારોને કારણે EEPC ની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. તેમણે EEPC ના તમામ હિસ્સેદારોને દેશમાં ઉપલબ્ધ પ્રતિભા અને ઉર્જા માટે એક મંચ પૂરું પાડીને ભારતને એક અગ્રણી અર્થતંત્ર બનાવવા વિનંતી કરી.