શિક્ષક દિવસ નિમિતે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ એ 66 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનીત કર્યા. ત્યારે ખેડા જિલ્લાની વાવડી પ્રાથમિક શાળાના સહાયક શિક્ષક હિરેન શર્માને પણ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા.દરમિયાન કેન્દ્રસાશિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવની ભેંસલોર શાળાના શિક્ષિકા ભાવિની દેસાઈ પણ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનીત થયા.
નાણાંમંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લા – તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો. સુરતમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ ૮ શિક્ષકો તેમજ રાજ્ય સરકારની વિવિધ પરીક્ષામાં ઉત્તીર્ણ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. ભાવનગરમાં કેન્દ્રિયમંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે ૪ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા.
જામનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે 2 શ્રેષ્ઠ શિક્ષકો અને 15 વિદ્યાર્થીઓને પુરસ્કાર અપાયા હતા.
ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય કૌશિક વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા તથા તાલુકા કક્ષાએ પસંદગી થયેલા શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા.
છોટા ઉદેપુરથી અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં 11 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું હતું.
સાબરકાંઠામાં સાંસદ શોભાનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને યોજયેલા કાર્યક્રમમાં 6 શ્રેષ્ઠ શિક્ષકો નું સન્માન કરાયું હતું.
કચ્છમાં જિલ્લા કક્ષા એ 4 અને તાલુકા કક્ષા એ 17 શ્રેષ્ઠ શિક્ષકો અને 15 વિધ્યાર્થીઓ ને સન્માનીત કરાયા હતા.
Site Admin | સપ્ટેમ્બર 5, 2025 7:18 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દિવના બે સહિત 66 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર એનાયત કર્યા.