રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર પ્રતિબંધો લાદતા બિલને મંજૂરી આપી છે.
યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે આ જાહેરાત કરી છે. આ બિલ અમેરિકાને રશિયન તેલ ખરીદનારા દેશોને નિશાન બનાવવાનો વ્યાપક અધિકાર આપશે. ગ્રેહામે કહ્યું કે આ બિલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ચીન, ભારત અને બ્રાઝિલ જેવા દેશો પર વધુ દબાણ લાવવાની સત્તા આપશે, જેનાથી તેઓ સસ્તુ રશિયન તેલ ખરીદવાનું બંધ કરી શકે.
તેમણે કહ્યું કે બિલ પર મતદાન આવતા અઠવાડિયાની શરૂઆતમાં થઈ શકે છે. આ બિલમાં અનેક જોગવાઈઓ છે, જેમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ પર દંડ લાદવાનો અને રશિયાથી અમેરિકામાં આયાત થતા તમામ માલ અને સેવાઓ પર 500 ટકા સુધીના ટેરિફ વધારવાનો સમાવેશ થાય છે.
Site Admin | જાન્યુઆરી 8, 2026 1:54 પી એમ(PM)
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર પ્રતિબંધો લાદતા બિલને મંજૂરી આપી.