ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 21, 2025 7:51 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા માટે 175 અબજ ડોલરના ગોલ્ડન ડોમ મિસાઈલ સંરક્ષણ કવચ કાર્યક્રમની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા માટે 175 અબજ ડોલરના ગોલ્ડન ડોમ મિસાઈલ સંરક્ષણ કવચ કાર્યક્રમની જાહેરાત કરી છે. આ મહત્વાકાંક્ષી કાર્યક્રમ ચીન અને રશિયાથી સંભવિત ખતરાને કાબૂમાં લેવાના હેતુથી શરૂ કરવામાં આવી રહ્યો છે. અમેરિકન સ્પેસ ફોર્સના જનરલ માઈકલ ગેટલીનને આ કવચનાં વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે વ્હાઇટ હાઉસમાં પત્રકાર પરિષદમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે, ગોલ્ડન ડોમ અમેરિકાને લાંબા અંતરની મિસાઇલોથી બચાવશે. આ પહેલ ઇઝરાયલના સંરક્ષણ કવચ આયર્ન ડોમથી પ્રેરિત છે પરંતુ તે પ્રમાણમાં વધુ વિશાળ છે. ગોલ્ડન ડોમ દ્વારા સેંકડો મિસાઇલ તૈનાત કરી શકાય છે. આ પ્રોજેક્ટ ટ્રમ્પના કાર્યકાળ જાન્યુઆરી, 2029 સુધી પૂર્ણ થઈ જશે. શ્રી ટ્રમ્પે જણાવ્યું કે, કેનેડાએ પણ આ યોજનામાં જોડાવા રસ દર્શાવ્યો છે.