રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આજના દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝના સ્વતંત્રતાના આહ્વાનથી લાખો ભારતીયોમાં હિંમત, આત્મવિશ્વાસ, એકતા અને રાષ્ટ્રવાદની ભાવના જાગૃત થઈ. રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે આઝાદ હિંદ ફોજ દ્વારા ભારતના સ્વતંત્રતા આંદોલનને નિર્ણાયક નેતૃત્વ પૂરું પાડ્યું અને તેને વૈશ્વિક મંચ પર પહોંચાડ્યું.
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કહ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝનું નિર્ભય નેતૃત્વ, અદમ્ય હિંમત અને ભારતની સ્વતંત્રતા પ્રત્યેની અટલ પ્રતિબદ્ધતા પરાક્રમનું પ્રતિનિધિત્વ કરે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝના નિર્ભય નેતૃત્વ અને અટલ દેશભક્તિના પ્રતીક હતા, અને તેમના આદર્શો પેઢીઓને મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે પ્રેરણા આપતા રહેશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે નેતાજીની ભવ્ય પ્રતિમાની સ્થાપના ગુલામ માનસિકતાના ત્યાગ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિનું પ્રતીક છે.
દરમ્યાન ગૃહમંત્રી અમિત શાહે નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે નેતાજીને યાદ કરતા કહ્યું કે શ્રી બોઝે દેશની સ્વતંત્રતા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. શ્રી શાહે યુવાનોને નેતાજીના જીવન અને તેમની નીડરતા શૌર્ય અંગે જાણવા વિનંતી કરી જેથી રાષ્ટ્રની રક્ષા કરવાનો તેમનો સંકલ્પ વધુ મજબૂત બને.
Site Admin | જાન્યુઆરી 23, 2026 3:18 પી એમ(PM)
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.