ડિસેમ્બર 16, 2025 1:53 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ વિજય દિવસ નિમિત્તે વીર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલી આપી

આજે વિજય દિવસ મનાવવામાં આવી રહ્યો છે. વર્ષ 1971 ના આજના દિવસે ભારતે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ જીત સુનિશ્ચિત કરનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિએ કહ્યું કે માતૃભૂમિ પ્રત્યે સૈનિકોની હિંમત, બહાદુરી અને અપ્રતિમ સમર્પણ હંમેશા રાષ્ટ્રને ગૌરવથી ભરી દે છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાની અજોડ વ્યાવસાયિકતા દર્શાવી હતી.
બહાદુર સૈનિકોના બલિદાનને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમના અડગ સંકલ્પ અને નિઃસ્વાર્થ સેવાએ રાષ્ટ્રનું રક્ષણ કર્યું અને ભારતના ઇતિહાસમાં ગૌરવની ક્ષણ બનાવી. ગૃહમંત્રીએ કહ્યું આ જીતે વિશ્વભરમાં માનવતાના રક્ષણ માટે એક અનુકરણીય મોડેલ રજૂ કર્યું.
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે સૈનિકોની બહાદુરી, શિસ્ત અને લડાયક ભાવના પેઢીઓને પ્રેરણા આપે છે અને રાષ્ટ્રીય ઇચ્છાશક્તિને મજબૂત બનાવે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.