પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટનાને હૃદયદ્રાવક ગણાવી. તેમણે કહ્યું કે આ દુઃખદ ઘડીમાં તેમની સંવેદનાઓ આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત દરેક વ્યક્તિ સાથે છે. તેમણે કહ્યું કે તેઓ અસરગ્રસ્તોને મદદ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંપર્કમાં છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અમદાવાદમાં બનેલી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે આ દુઃખની ઘડીમાં, રાષ્ટ્ર અસરગ્રસ્ત લોકો સાથે એકતામાં ઉભું છે.
Site Admin | જૂન 12, 2025 8:05 પી એમ(PM)
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત વિદેશના નેતાઓએ પણ વિમાન દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું