રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહએ આજે દિલ્હીમાં સદૈવ અટલ સ્મારક ખાતે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની 100મી જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને કેન્દ્રીય મંત્રી અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આર્પી હતી.
Site Admin | ડિસેમ્બર 25, 2024 2:04 પી એમ(PM) | અટલ સમાધિ સ્થળ
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દિલ્હી સ્થિત સદૈવ અટલ સમાધિ સ્થળ પર પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીની 100મી જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી
