રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રીએ આજે 2001માં સંસદ પર થયેલા હૂમલામાં દેશ માટે બલિદાન આપનારા જવાનોને શ્રધ્ધાંજલિ આપી છે. સોશિયલ મિડીયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ સલામતી જવાનોનાં શૌર્ય અને નિઃસ્વાર્થ બલિદાનને યાદ કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું હતું કે, શહીદ જવાનોનું બલિદાન રાષ્ટ્રને પ્રેરણા આપતું રહેશે. શ્રી મોદીએ જણાવ્યું કે, રાષ્ટ્ર આ જવાનોના શૌર્ય અને સમર્પિતતા માટે હંમેશા ઋણી રહેશે.
દરમિયાન, આજે સવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ તથા સાંસદોએ સંસદ પરિસરમાં વર્ષ 2001માં સંસદ પર થયેલા હૂમલાનાં શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Site Admin | ડિસેમ્બર 13, 2024 2:09 પી એમ(PM)
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતનાં નેતાઓએ સંસદ પરનાં હૂમલામાં શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી
