રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આજે આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, પંજાબ, તમિલનાડુ, લક્ષદ્વીપ અને પુડુચેરીના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મૂએ દેશની વિકાસયાત્રામાં આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લોકો દ્વારા અપાયેલા યોગદાનને બિરદાવ્યું છે. શ્રી ધનખડે આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દેશની શાંતિ અને સમૃદ્ધિમાં ફાળો આપતાં સતત વિકાસ અને પ્રગતિ કરે તેવી શુભકામના વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં આ રાજ્યોના લોકોના આનંદ અને સફળતા માટે પ્રાર્થના કરી છે.
Site Admin | નવેમ્બર 1, 2024 2:30 પી એમ(PM)
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આજે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી
