ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 11, 2025 8:22 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ આજે દ્વારકાધિશના દર્શન કરશે – ગૂજરાત વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે આજે જગતમંદિરમાં દ્વારકાધીશ ભગવાનના દર્શન કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠના 71માં દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે. આ વર્ષે કુલ 713 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. 9 વિદ્યાર્થીઓને ચંદ્રક એનાયત કરાશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીજી દ્વારા 18 ઓક્ટોબર 1920ના રોજ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરાઈ હતી.