રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક જયંતિ નિમિત્તે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આ અવસર બધાને ગુરુ નાનક દેવના આદર્શો અને મૂલ્યો અપનાવવા પ્રેરણા આપે છે અને સર્વેને વધુ સારા સમાજના નિર્માણ માટે માર્ગદર્શન આપે છે.
તેમણે ઉમેર્યું કે ગુરુ નાનકજીનો સંદેશ શીખવે છે કે સત્ય, ન્યાય અને કરુણા પર આધારિત જીવન જીવવું એ સફળતાનો સચોટ માર્ગ છે. રાષ્ટ્રપતિએ ઉમેર્યું કે દરેકને ગુરુ નાનક દેવના આદર્શોને પોતાના જીવનમાં આત્મસાત કરવા અને વધુ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે તેમના દ્વારા બતાવેલા માર્ગ પર ચાલવા વિનંતી કરી.
પ્રધાનમંત્રીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કાર્તિક પૂર્ણિમા અને દેવ દીપાવલી નિમિત્તે દેશભરના તમામ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે.
તેમણે કામના કરી છે કે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલ આ દિવ્ય અવસર દરેક માટે સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે. તેમણે પવિત્ર સ્નાન, દાન, આરતી અને પૂજા સાથે જોડાયેલી પવિત્ર પરંપરા દરેકના જીવનને પ્રકાશિત કરે તેવી પણ કામના કરી.
Site Admin | નવેમ્બર 5, 2025 1:28 પી એમ(PM)
રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેવદિવાળી અને ગુરૂનાનક જયંતીની દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી.