ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 1, 2025 8:37 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિએ IIT અને ISM ધનબાદના વિદ્યાર્થીઓને 2047માં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ઉત્પ્રેરક ભૂમિકા ભજવવા હાકલ કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ IIT-ISM ધનબાદના સ્નાતક વિદ્યાર્થીઓને 2047 માં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ઉત્પ્રેરક ભૂમિકા ભજવવા હાકલ કરી છે. રાષ્ટ્રપતિએ આજે ઝારખંડની તેમની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે ધનબાદ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી – ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ ધનબાદના 45મા પદવીદાન સમારોહમાં આ મુજબ જણાવ્યું હતું.
શ્રીમતી મુર્મુએ કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં પ્રથમ સ્થાન મેળવનાર બી.ટેક-ગ્રેજ્યુએટ પ્રિયાંશુ શર્માને રાષ્ટ્રપતિનો સુવર્ણ ચંદ્રક અર્પણ કર્યો હતો. રાષ્ટ્રપતિએ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપનાના 100 ગૌરવશાળી વર્ષો નિમિત્તે એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ પી.કે. મિશ્રાને પણ પદવીદાન સમારોહમાં DSc ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
સંસ્થાના ભવ્ય ભૂતકાળની પ્રશંસા કરતા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્નાતક વિદ્યાર્થીઓને સમસ્યાઓના સરળ ઉકેલો માટે સંશોધન અને નવીનતા સાથે નવી પદ્ધતિઓ અને તકનીકી પ્રગતિ અપનાવવા વિનંતી કરી. પદવીદાન સમારોહમાં, 1,055 સ્નાતકો અને 711 અનુસ્નાતકો સહિત કુલ 1,880 વિદ્યાર્થીઓને વિવિધ વિષયોમાં ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.