રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓને 127 શૌર્ય પુરસ્કારો અને 40 વિશિષ્ટ સેવા પુરસ્કારોને મંજૂરી આપી છે. આમાં 4 કીર્તિ ચક્ર, 15 વીર ચક્ર, 16 શૌર્ય ચક્ર, 2 બાર ટુ સેના મેડલ (વીરતા), 58 સેના મેડલ (વીરતા), 6 નૌસેના મેડલ (વીરતા), 26 વાયુ સેના મેડલ (વીરતા), 7 સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલ અને 9 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ અને 27 યુદ્ધ સેવા મેડલનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિએ 290 મેન્શન-ઇન-ડેસ્પેચને પણ મંજૂરી આપી છે. આમાં ભારતીય સેનાના 115, ભારતીય નૌકાદળના 5, ભારતીય વાયુસેનાના 167 અને સરહદી માર્ગ વિકાસ બોર્ડના 3 જવાનોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ મુર્મુએ ૫ ભારતીય કોસ્ટ ગાર્ડના કર્મચારીઓને તટરક્ષક મેડલને પણ મંજૂરી આપી છે. આ મેડલ તેમની નોંધપાત્ર બહાદુરી, ફરજ પ્રત્યેની અસાધારણ નિષ્ઠા અને પ્રશંસનીય સેવાના કાર્યોને માન્યતા આપવા માટે આપવામાં આવે છે.
Site Admin | ઓગસ્ટ 14, 2025 7:51 પી એમ(PM)
રાષ્ટ્રપતિએ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓને 127 શૌર્ય પુરસ્કારો અને 40 વિશિષ્ટ સેવા પુરસ્કારોને મંજૂરી આપી
