ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 20, 2025 9:12 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિએ સમાચાર માધ્યમોને ચોથો સ્તંભ ગણાવતા કહ્યું, આધુનિક સમયમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, સમાચાર માધ્યમો ચોથો સ્તંભ છે,તે આધુનિક સમયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.રાષ્ટ્રપતિએ કહ્યું, યાંત્રિક બુદ્ધિમત્તા વિશ્વમાં મોટુ પરિવર્તન લાવી રહી છે અને પત્રકારત્વ સહિત અનેક ક્ષેત્રોમાં નવી તકો અને પડકારો ઉભા કરી રહી છે. રાષ્ટ્રપતિએ નવી દિલ્હીમાં 19મા રામનાથ ગોએન્કા પત્રકારત્વ શ્રેષ્ઠતા પુરસ્કાર સમારોહમાં આ વાત કહી. તેમણે ડીપ ફેકના જોખમો અને યાંત્રિક બુદ્ધિમત્તાના દુરુપયોગ વિશે તમામ નાગરિકોને જાગૃત કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. રાષ્ટ્રપતિએ કહ્યું કે, રામનાથ ગોએન્કા પુરસ્કારોએ ભારતીય પત્રકારત્વમાં શ્રેષ્ઠતાના સ્તરને વધારવા અને લોકશાહીના મૂળને સમૃદ્ધ બનાવવાની પ્રક્રિયામાં ફાળો આપ્યો છે. તેમણે કહ્યું, પત્રકારત્વનો આત્મા, સમાચાર એકત્રીકરણ મજબૂત બનવું જોઈએ. રાષ્ટ્રપતિએ કહ્યું કે, લોકશાહી માટે મુક્ત અને ન્યાયી પત્રકારત્વના મહત્વને ઓછું આંકી શકાય નહીં. તેમણે કહ્યું કે, જો નાગરિકો સારી રીતે માહિતગાર ન હોય તો લોકશાહી પ્રક્રિયાઓ પોતાનો અર્થ ગુમાવી દે છે.રામનાથ ગોએન્કા પુરસ્કારોના મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે, આ પુરસ્કારો દ્વારા, દેશ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના સ્થાપક અને ભારતીય મીડિયાના મહાન પ્રતિમા રામનાથ ગોએન્કાના વારસાનું સન્માન કરે છે. યાંત્રિક બુદ્ધિમત્તા વિશ્વમાં મોટુ પરિવર્તન લાવી રહી છે અને પત્રકારત્વ સહિત અનેક ક્ષેત્રોમાં નવી તકો અને પડકારો ઉભા કરી રહી છે.