રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન-ગ્રામીણ વિકસિત ભારત- જી રામ જી બિલ, 2025 ને મંજૂરી આપી છે.
સંસદે શિયાળુ સત્ર દરમિયાન આ બિલ પસાર કર્યું. આ કાયદો ગ્રામીણ પરિવારો માટે વૈધાનિક વેતન રોજગાર ગેરંટીને નાણાકીય વર્ષમાં 125 દિવસ સુધી લંબાવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે આ ગ્રામીણ રોજગાર નીતિમાં સુધારા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
આ કાયદો સશક્તિકરણ, સમાવિષ્ટ વિકાસ, વિકાસ પહેલનો તાલમેલ અને જરૂરિયાતમંદોને લાભ પૂરા પાડવા માટે પ્રોત્સાહન આપે છે. વિકસિત ભારત- જી રામ જી કાયદો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) 2005 ના સ્થાને લાવવામાં આવ્યો છે.
Site Admin | ડિસેમ્બર 21, 2025 7:49 પી એમ(PM)
રાષ્ટ્રપતિએ વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન-ગ્રામીણ વિકસિત ભારત- જી રામ જી બિલ, 2025 ને મંજૂરી આપી