રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મણિપુરના સેનાપતિ જિલ્લામાં અમલમાં મુકાયેલા છ અલગ અલગ વિકાસ કામોનું ઉદ્દઘાટન અને પાંચ વિકાસ કામોનો શિલાન્યાસ કર્યો.
જાહેર સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે પ્રધાનમંત્રી જનમન યોજના હેઠળ, ખાસ કરીને આદિવાસી સમુદાયોના ઉત્થાન માટે ઘણી પહેલ શરૂ કરવામાં આવી છે, જે તેમના જીવનની ગુણવત્તામાં વધુ સુધારો કરશે. તેમણે કહ્યું કે મણિપુરના આદિવાસી લોકો માટે સન્માન, સુરક્ષા અને વિકાસની તકો સુનિશ્ચિત કરવી અને દેશની પ્રગતિમાં તેમની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવી એ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે.
Site Admin | ડિસેમ્બર 12, 2025 7:54 પી એમ(PM)
રાષ્ટ્રપતિએ મણિપુરના સેનાપતિ જિલ્લામાં છ વિકાસકામોનું ઉદ્દઘાટન અને પાંચ વિકાસકામોનો શિલાન્યાસ કર્યો.