નવેમ્બર 24, 2025 2:24 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિએ ન્યાયાધીશ સૂર્યકાંતને આજે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકેના શપથ લેવડાવ્યાં

ન્યાયાધીશ સૂર્યકાંતે આજે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં જસ્ટિસ સૂર્યકાંતને શપથ લેવડાવ્યા.
જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ બી.આર. ગવઈના અનુગામી બનશે. તેમણે 1984માં હિસાર જિલ્લા અદાલતમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી.
શપથ ગ્રહણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, અમિત શાહ, રાજનાથ સિંહ, જે.પી. નડ્ડા સહિત કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.