એપ્રિલ 1, 2025 1:57 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિએ દ્રૌપદી મૂર્મુંએ કહ્યું, ગત નવ દાયકામાં RBIની સફર સરકારના લક્ષ્યાંક અને નીતિઓ સાથે સુસંગત છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, ભારતીય રિઝર્વ બેંક-RBI એ દેશના ચુકવણી માળખાને સતત આધુનિક બનાવી, એક જીવંત ફિનટેક માળખાને પોષીને ભારતને ડિજિટલ ચુકવણીમાં વૈશ્વિક નેતા બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આજે મુંબઈમાં RBIની 90મી વર્ષગાંઠના સમાપન સમારોહમાં સંબોધતા, રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે છેલ્લા નવ દાયકામાં કેન્દ્રીય બેંકની નોંધપાત્ર સફર સરકારના લક્ષ્યાંક અને નીતિઓ સાથે સુસંગત છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રીય ખેતી અને ગ્રામીણ વિકાસ બેન્ક-નાબાર્ડ, ભારતીય ઔધોગિક વિકાસ બેન્ક-IDBI અને નેશનલ હાઉસિંગ બેંક જેવી મુખ્ય સંસ્થાઓની સ્થાપના કરીને નાણાકીય માળખાને મજબૂત બનાવવામાં આરબીઆઈના યોગદાનનો પણ સ્વીકાર કર્યો. તેમણે નોંધ્યું કે, આ સંસ્થાઓએ ખેતી, નાના વ્યવસાય અને આવાસ ક્ષેત્રોને આવશ્યક સહાય પૂરી પાડી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.