સમગ્ર દેશમાં આવતીકાલે રાષ્ટ્ર ગીત વંદે માતરમના 150 વર્ષની ઉજવણી કરાશે. ત્યારે તેની ઉજવણી માટે રાજ્યમાં પણ વિશેષ આયોજન કરાયું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા પરિસર ખાતે આવતીકાલે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપના સમૂહગાન સાથે સ્વદેશીના શપથ ગ્રહણ કરાશે. આ અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, 26 નવેમ્બર સુધી શાળા-કોલેજોમાં “વંદે માતરમ્ @150” થીમ આધારિત સેમિનાર, વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાશે.
Site Admin | નવેમ્બર 6, 2025 9:40 એ એમ (AM)
રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષની આવતીકાલે રાજ્યભરમાં ઉજવણી કરાશે