રામ મંદિરમાં આજે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ હોવાથી અયોધ્યામાં ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. હાડ થીજાવતી ઠંડી હોવા છતાં દેશભરમાંથી ભક્તો ઉમટી રહ્યા છે. આ વર્ષે 11 જાન્યુઆરીના રોજ જયંતિની ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતા. લાખો લોકોની એકતા અને શ્રદ્ધાને ઉજાગર કરતી વર્ષગાંઠની ઉજવણી ઉત્સાહ અને ભક્તિ સાથે શરૂ
થઈ છે.ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 22 જાન્યુઆરીના યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય ધાર્મિક વિધિઓ કરી, સદીઓ જૂના સ્વપ્નને વાસ્તવિકતામાં ફેરવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 22, 2025 2:38 પી એમ(PM)
રામ મંદિરમાં આજે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ હોવાથી અયોધ્યામાં ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે
