રામનગરી અયોધ્યામાં આ વર્ષે ભવ્ય દિપોત્સવ યોજાઈ રહ્યો છે. જ્યાં નગરનાં વિવિધ ઘાટ પર દિવા પ્રગટાવવાના અગાઉનાં તમામ વિક્રમ તૂટશે.
અયોધ્યામાં આજે ભવ્ય દીપોત્સવ માટેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. પવિત્ર સરયુ નદીનાં વિવિધ ઘાટ પર કુલ 28 લાખ દીવાઓ ગોઠવવામાં આવ્યા છે, જે વિશ્વ વિક્રમ બનશે. સમગ્ર અયોધ્યા 35 લાખથી વધુ દીવાઓથી ઝળહળી ઉઠશે. રામમંદિરના નિર્માણ બાદ પ્રથમ વખત દિપાવલીનો તહેવાર ઉજવાશે. આ માટે અયોધ્યામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ દેવી સીતાના જન્મસ્થળ એવા નેપાળના જનકપુરમાં પણ દિવાળીના તહેવારની ઉજવણી માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Site Admin | ઓક્ટોબર 30, 2024 2:43 પી એમ(PM)
રામનગરી અયોધ્યામાં આ વર્ષે ભવ્ય દિપોત્સવ યોજાઈ રહ્યો છે
