ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 21, 2025 9:18 એ એમ (AM)

printer

રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમમાં અધિકારીઓને સ્થળ મુલાકાત લઈ લોકોની રજૂઆતોનું નિવારણ લાવવા મુખ્યમંત્રીની તાકીદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્નોલોજીના ઉપયોગથી ઓનલાઈન જન ફરિયાદ નિવારણના કાર્યક્રમ ‘સ્વાગત’માં અધિકારીઓને સ્થળ મુલાકાત લઈને લોકોની રજૂઆતોનું નિવારણ લાવવા સૂચના આપી.ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં 70થી વધુ નાગરિકોએ સમસ્યાની રજૂઆત કરી તેમાંથી ચાર જેટલા અરજદારોની રજૂઆતો મુખ્યમંત્રીએ રૂબરૂ સાંભળી હતી.આ ઉપરાંત બાકિની રજૂઆતો જનસંપર્ક એકમના અધિકારીઓ દ્વારા સાંભળીને સંબંધિત વિભાગો તથા જિલ્લા સ્તરના અધિકારીઓને કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી. દરમિયાન શ્રી પટેલે તાલુકા અને જિલ્લા સ્વાગતના નિર્ણયોના સ્થાનિક કક્ષાએ અમલીકરણ અને સઘન મોનિટરીંગ માટે જિલ્લા કલેક્ટરોને સૂચના પણ આપી.